Click Here to Post Your Business Information or Call us at 9825563616, 9879461848
રંગીલુ રાજકોટ
આજી નદીના કાંઠે વસેલા રાજકોટ શહેર નો ઈતિહાસ 385 વષૅ જુનો છે. તત્કાલીન સૌરાષ્ટ્ર રાજય ના પાટનગર તરીકેનો દરજ્જો ભોગવી ચુકેલા રાજકોટનું જુનું ઐતિહાસિક નામ “માસુમાબાદ” હતું. ઈ.સ. 1620 માં વિભાજી ઠાકોરે પોતના મિત્ર રાજુસિધીંની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટ શહેરની સ્થાપના અને નામકરણ કરેલા. આ પછીના બ્રિટિશ શાસનકાળના સાક્ષી બની ચુકેલા રાજકોટ શહેરે ભારત દેશની સ્વતંત્રતા બાદ ઝડપી વીકાસ સાધ્યો છે. આજે આ રાજકોટ તેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો સાચવી એક આધુનિક, વિકસિત અને સમૃધ્ધ શહેર તરીકે ખ્યાતી પ્રાપ્ત કરી ચુક્યુ છે.

સને 2001ની વસ્તી ગણતરી મુજબ 105 ચો.કી.મી. માં પથરાયેલ શહેરની જન સંખ્યા 10 લાખથી વધુ છે. ભૌગોલિક દ્રષ્ટીએ વિસ્તારની મધ્યમાં આવેલ આ શહેર તેના એંન્જિનીયરિંગ ઉધોગ, ટેક્ષટાઇલ પ્રિંન્ટીંગ તેમજ સોના-ચાંદીના આભુસષણોના ઉધોગ અને વેપાર માટે વિશ્વમાં ખ્યતિ પામેલ છે.

રાષ્ટ્રપિતા પૂ.મહત્મા ગાંધી બાપુ સાથે ઘનિષ્ટ નાતો ધરાવતુ રાજકોટ શહેર તેના એ ઇતિહાસ માટે ગર્વ લઇ શકે તેમ છે કે બાપુએ તેમની કેળવણી રાજકોટમાં લીધી હતી. માત્ર શૌક્ષણિક અભ્યાસ જ નહિં, આઝદીની ચળવળ વખતે પણ પૂ.ગાંધીએ રાજકોટને હેડ્ક્વાટઁર બનાવ્યુ હતુ. તેમણે રાજકોટમાં જે શાળાઓમાં અભ્યાસ કયો હતો તે શ્રી કિશોરસિંહજી પ્રાથમિક શાળા ઉપરાંત આલ્ફ્રેડ હાઇસ્કુલ, પોતાનું બાળપણ વિતાવ્યું એ કબા ગાંધીનો ડેલો, ચળવળ વખતે તેઓ જ્યાં રહ્યા તે રાષ્ટ્રીય શાળા આજે પણ આ મહાન વિભુતિના રાજકોટ સાથેના ગાઢ સંબંધોની સ્મ્રુતિ તાજી કરાવે છે.

એક ખાસ બાબત નોધંવા જેવી છે કે અહિંસાના આ પુજારી સાથે વષૉ પસાર કરનાર રાજકોટ ખરેખર એક શાંત, સૌમ્ય અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ખરેખર રંગીલુ નગર બની રહ્યુ છે. પ્રત્યેક પવૅ ઉત્સવની આગવી ઢબે થતી ઉજવણીમાં તમામ શહેરીજનો એટલા ઉત્સાહથી જોડાય છે કે અન્ય ગામ કે શહેરોના લોકો આશ્ર્ય્રૅચકિત બની રહે છે અને એટલુ જ નહીં તેઓ પણ આ શહેરની ઝાકમઝોળ ભરેલી પવઁ ઉજવણીમાં હોંશભેર શામેલ થાય છે.
 માહિતી: રાજકોટ મહાનગરપાલિકા
Home  ll  Contact Us  ll  Sitemap
Copyright © 2005 AllAboutRajkot.com. All Rights Reserved. Disclaimer
Powered by